એક ડોકટર કક્ષાના વ્યક્તિ એ પીએમ કાર્યાલય એથી પત્ર લખી રાજ્ય ના ઉચ્ચ વિભાગ ને એક ઓફીસ ના કબ્જા માટે તપાસ ના ઓર્ડર આપી દેતા ભારે દોડધામ મચી હતી અંતે પત્ર બોગસ હોવાનું સપાટી ઉપર આવ્યુ હતુ.
અમરેલીના એક ડોક્ટરે પોતાની અમદાવાદમાં ઓફિસનો કબ્જો મેળવવા અંગે ચાલતા વાંધાનો નિકાલ લાવવા વડાપ્રધાનની સાઇટ પરથી ડમી પત્ર તૈયાર કરી વડાપ્રધાનની કચેરીના નામનું ડમી ઇમેલ આઇડી બનાવી રાજ્ય સરકારના ગૃહ વિભાગ ને મોકલનાર ડોક્ટર ની અટકાયત કરાઈ હતી.
વિગતો મુજબ અમરેલીના ચિત્તલ રોડ પર દ્વારકેશ ગણેશ સોસાયટીમાં રહેતા તબીબ ડો. વિજયકુમાર દ્વારકાદાસ પરીખની બે ઓફિસો અમદાવાદના પરિમલ ગાર્ડન સામે ડોક્ટર હાઉસમાં આવેલી છે. જે તેઓએ ડો. નિશીત શાહ પાસેથી ખરીદી હતી. પણ ડો. નિશીત શાહે તેનો કબ્જો ગેરકાયદેસર રીતે લઇ લીધો હતો. જેનો કબ્જો પરત અપાવવા ડો. વિજયકુમાર ને તુક્કો સૂઝતા તેમણે વડાપ્રધાનની સાઇટ પરથી અશોક સ્થંભનો લોગો વગેરે હેક કરી તેના પરથી ગુજરાત સરકારના ગૃહ સચિવને ખખડાવી નાંખતો એક પત્ર મેઇલ કર્યો.
એ પત્ર પાછો વડાપ્રધાનના કાર્યાલય તરફથીજ ગૃહ સચિવ, રાજ્યના ડિજી, અમદાવાદના પોલીસ કમિશ્નર, રાજ્યના ચીફ સેક્રેટરી, ખુદ વડાપ્રધાનના ઇ મેઇલ એકાઉન્ટ, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, વગેરેને પણ મોકલ્યો હતો.
આ પત્રમાં તેમણે રાજ્ય સરકારની કડક ટીકા કરતા જે એકાઉન્ટ પરથી આવ્યું તેની તપાસ થતાં એ ડમી હોવાનું ફલિત થયું હતું. આથી સમગ્ર બનાવની તપાસ અમદાવાદ સાઇબર ક્રાઇમને સોંપાઇ હતી. પોલીસે તપાસના અંતે તબીબને અમરેલીથી પકડી લઇ પુછપરછ માટે અમદાવાદ લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
