રાજકોટ ની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતા ભારે ભાગદોડ અને ચીસાચીસ વચ્ચે લોકો જીવ બચાવવા ભાગી રહ્યા હતા ત્યારે અજય વાઘેલા નામના હોસ્પિટલના એક કર્મચારીએ પોતાનો જીવ બચાવવા ભાગવાને બદલે તેણે ફસાયેલા દર્દીઓને બચાવવાનું કામ કર્યું હોવાની હકીકત પ્રકાશ માં આવી છે.
અજય વાઘેલા એ કોવિડના સાત દર્દીઓને વારાફરતી ખભા પર ઉંચકી અગાશી પર સલામત સ્થળે ખસેડતા તમામ નો જીવ બચી ગયો હતો.
આગ કાબુમાં આવ્યા બાદ આ સાતેય દર્દીને ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓએ અજય વાઘેલાની બહાદુરી અને હિંમતની પ્રશંસા કરી હતી અને પોતાના જીવ ની પરવા કર્યા વગર અન્ય દર્દીઓ ના જીવ બચાવવાનું ભગિરથ કાર્ય કરનાર કર્મચારી ની ઉપસ્થિત લોકો એ પ્રશંસા કરી હતી.
