રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગ લાગવાની ભયાનક ઘટના માં 6 દર્દીઓ તો બેડ ઉપર થી ઉભા પણ થઈ શક્યા ન હતા અને બેડ સાથેજ આગ માં મોત ને ભેટ્યા હતા.
આ બધા માં આગની ઘટનામાં મોતને ભેટેલા કેશુભાઈ અકબરીએ તો રાત્રે 11 વાગ્યે પરિવારજનોને વીડિયો કોલ કરીને હવે પોતાને સારુ છે તેમ જણાવ્યું હતું. જો કે આ વાત થયાના બે-ત્રણ કલાકમાં તો ICUમાં આગ લાગી અને તેમાં તેઓનું કરૂણમોત થયું હતું
મૃતક કેશુભાઈ કોરોના પોઝીટિવ અવતા તેઓ ને આ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા અને સારું જણાતાં બે દિવસમાં તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના હતાં. દરમિયાન માલવિયા પોલીસ સ્ટેશનમાંથી રાત્રે 2 વાગ્યેને 20 મિનિટે તેમના પરિવાર ઉપર કોલ આવ્યો અને સમગ્ર ઘટના અંગે જાણ થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા મૃતક નો પુત્ર વિવેક ભાઈ રડી પડ્યો હતો
વિવેકભાઇએ જણાવ્યું હતું કે, મારા પિતા છેલ્લા આઠ દિવસથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતાં. તેઓની ઉંમર 50 વર્ષ હતી અને ખેતીની સાથે કારખાનામાં કામ કરતા હતા.આમ રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના ના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
