કોરોના થી સંક્રમિત થયેલા અહેમદ પટેલ નું સારવાર દરમ્યાન કરુણ નિધન થયા બાદ તેઓની અંતિમ ઈચ્છા ને લઈ દિલ્હી થી તેમના વતન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમત પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી હતી. દિલ્હી થી ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયા બાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો.જ્યાંથી અહેમદ પટેલનો પાર્થિવ દેહ વતન પિરામણ લઇ જવાયો હતો. જ્યાં સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અને જનાજાની નમાઝ અદા કર્યાં બાદ તેમની દફનવિધિ કરવામાં આવી હતી
કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં માત્ર 50 લોકોને પ્રવેશ અપાયો હતો
