કોરોના એ ગુજરાત માં ભારે હાહાકાર મચાવ્યો છે અને આણંદ જિલ્લામાં કોરોના નો પહેલો કેસ 6 એપ્રિલે નોંધાયા બાદ પછીના તબક્કામાં કુલ 1451 પોઝિટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. દિવાળીના તહેવાર થી લઈ નવેમ્બરના 22 દિવસમાં 280 પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ દૈનિક 14 પોઝિટીવ કેસ નોંધાતા ભારે ચિંતા પ્રસરી છે.
છેલ્લા 7 દિવસમાં 125 પોઝિટીવ કેસ નોંધાયા છે.સોમવારે 230 દિવસબાદ સૌથી વધુ 27 પોઝિટીવ કેસ અને રેપીડ ટેસ્ટમાં 7 પોઝિટીવ કેસ મળીને કુલ 34 પોઝિટીવ કેસ એક દિવસમાં નોંધાતા આરોગ્ય તંત્ર સહિત આણંદ,વિદ્યાનગર અને કરસમદ નગરપાલિક તંત્ર દોડતું થઈ ગયું છે. આણંદ શહેરમાં10, તાલુકામાં 8, બોરસદમા 4, તારાપુરમાં 2, પેટલાદમાં 2, ખંભાતમાં 1 અને ઉમરેઠમાં 7 નવા કેસ નોંધાયા છે. એ સાથે જિલ્લામાં કુલ આંક1728 થઇ ગયો છે.
વિદ્યાનગર સ્થિત સ.પ.યુનિ.ના એકાઉન્ટ વિભાગમાં કામ કરતાં એક કોમ્પ્યુટર ઓપરેટરનો રીપોર્ટ આજે કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેને પગલે તેમને તરત જ સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા. તથા આખી ઓફીસને સેનેટાઇઝ કરવામાં આવી હતી. આમ આણંદ જિલ્લા માં કોરોના વિસ્ફોટ થયો છે જે આજુબાજુના ગામડાઓ માં ફેલાવાની શકયતા ઉભી થઇ છે.
