હાલમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિટકોઇન્સની કિંમત ઘણી છે. બિટકોઇન્સ એક આભાસી એટલે કે વર્ચ્યુઅલ કરન્સી છે, જેને તમે ઓનલાઇન યુઝ કરી શકો છો. ક્રિપ્ટોગ્રાફી એક પ્રકારનું કોડ લખાણ છે અર્થાત એન્કોડિંગ છે, જેમાં મોકલેલ સંદેશો અથવા બિટીકોઇન અથવા માહિતીને સાંકેતિક શબ્દોમાં ફેરવવાનું રહે છે, જેથી તેને મોકલનાર અથવા રીસીવ કરનાર જ વાંચી શકે.આવી જ રીતે ભારતીય રિઝર્વ બેંકે પણ પોતાની ઇ-કરન્સી એટલે કે ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરશે.
રિઝર્વ બેંકના એક્સપર્ટ ગ્રુપનાં જણાવ્યા મુજબ રૂપિયાનાં ડિજિટલ વિકલ્પ તરીકે આ કરન્સી વપરાશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કરન્સીનું નામ ધનની દેવી ‘લક્ષ્મી’નાં નામ પરથી લક્ષ્મી રાખવામાં આવી શકે છે.