આજકાલ ઉંચુ માર્કેટિંગ કરી પૈસા બનવવાનો જમાનો છે મોટી મોટી વાતો અને કલર ફૂલ પેમ્પલેટ લઈ અંગ્રેજી માં ફાડો એટલે જાણે કામ થઈ ગયું પછી એ વસ્તુ બોગસ જ નીકળે તેવો અનુભવ લોકો ને થતા રહે છે આવુજ કઈક કાલે જૂનાગઢ માં જોવા મળ્યું અહીં મીડિયા માં જોરશોરથી ચાલુ થયેલા રોપવે સામે સવાલો ઉઠ્યા છે.
જૂનાગઢના ગિરનાર પર્વત પર શરૂ કરાયેલા રોપ- વેને શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધી બંધ કરી દેવાની નોબત આવી હતી. ભારે પવન ફુંકાતા આ નિર્ણય લેવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આ સાથે અગાઉ કરેલા, 180 કિમીની ઝડપથી પવન ફૂંકાય તો પણ વાંધો ન આવે તેવા સ્ટ્રકચરના દાવાનો ફિયાસ્કો થયો છે. આ અંગે મળતી વિગત મુજબ ઉષા બ્રેકો કંપની દ્વારા બનાવાયેલા ગિરનાર ટેમ્પલ રોપ-વેને 24 ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીઝીટલી ઉદ્ધાટન સાથે ખુલ્લો મુક્યો હતો.
રોપ-વે દ્વારા અગાઉ એવા દાવો કરાયો હતો કે, રોપ-વેનું સ્ટ્રકચર એ રીતે તૈયાર કરાયું છે કે, 180 કિમીની ઝડપે પવન ફૂંકાય તો પણ વાંધો નહી આવે પણ ગુરૂવારની રાત્રીના 11 વાગ્યાથી જ ગિરનાર પર્વત પર 45 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પરિણામે રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ રોપ- વેને બંધ કરવાની ફરજ પડી હતી. શુક્રવારે સવારે 9:30 વાગ્યા બાદ પવનની ઝડપ ઘટતા પ્રથમ સ્લો સ્પિડમાં અને બાદમાં નોર્મલ સ્પિડમાં રોપ- વે શરૂ કરવામાં આવ્યો છે.
આમ, માત્ર 45 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે બંધ કરવાની નોબત આવતા પ્રવાસીઓમાં પણ ભય ફેલાયો છે. કારણ કે ગિરનાર પર્વત પર તો શિયાળા અને ચોમાસામાં તેજ ગતિથી પવન ફૂંકાતા જ રહે છે. ત્યારે કોઇ અકસ્માત થવાની શકયતા ઉભી થઇ છે.
