ગુજરાત માં બળાત્કાર ની ઘટનાઓ જાણે રોજ ની થઈ પડી હોય તેમ હવસખોરો ખુલ્લેઆમ બળાત્કાર ની ઘટના ને અંજામ આપી રહ્યા છે અને કડક કાયદા ના અભાવે બિન્દાસ બની ગયા છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.
રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતા ઇસમે સગીરના જન્મદિને ગિફ્ટ આપવા બોલાવી એકાંત જગ્યા એ ભગાડી જઈ ગોંધી રાખી વારંવાર સાત વખત શેતાન ની જેમ તૂટી પડી પાશવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બનતા ભારે હાહાકાર મચ્યો છે અને પોલીસ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ સગીરાના જન્મદિવસે ગીફ્ટ આપવના બહાને સગીરાને બોલાવી હતી અને ત્યાંથી સગીરાને ભગાડી જઈ 7 વખત રેપ કરી માસૂમ ને પીંખી નાખી હતી. રાજકોટ ના કોઠારીયા રોડ પર દિપ્તીનગર મેઇન રોડ પર રહેતો ચિરાગ ઘનશ્યામભાઇ વણોલ (ઉં.વ.19) ગત 16 તારીખે 13 વર્ષીય સગીરાને ડી-માર્ટ મોલ પાસેથી તેણીના જન્મદિવસની ગિફ્ટ લઇ આપવાનું કહીં બાઇકમાં બેસાડી ભગાડી ગયો હતો. ભકિતનગર પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરતાં તે ભીંસમાં આવ્યો હતો અને બાળાને છોડી પોતે ભાગી ગયો હતો. પરત આવેલી બાળાએ પોતાને બર્થડે ગિફ્ટ લઇ દેવાને બહાને ચિરાગે ડુંગરાળ વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાની વાત કરી હતી. સતત ફરાર આ શખ્સ સાયલા નજીક ડોળીયા બાઉન્ડ્રી પાસે રાજપૂતાના હોટેલમાં કામે રહી ગયો હોવાની જાણ થતાં પોલીસે ત્યાંથી તેને પકડી પાડ્યો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભક્તિતનગર પોલીસે IPC કલમ 363 અને 366 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાળા પરત આવ્યા બાદ તેણીએ પોતાની સાથે બળજબરી થયાનું જણાવતાં કલમ 396ની કલમ ઉમેરી તપાસ હાથ ધરી છે આમ બાળા ને ભગાડી જઈ ગોંધી રાખી તેની ઉપર વારંવાર રેપ કરી તેને છોડી ભાગી ગયેલા ઈસમ ને પોલીસે દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
