દેશમાં દિનપ્રતિદિન બળાત્કાર ની ઘટનાઓ વધી છે વિકૃતી વધતી જઇ રહી છે. હાલ માં નાની બાળાઓ,બાળકો,યુવતીઓ ,વૃદ્ધાઓ પણ સલામત નથી રહી ત્યારે એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે તે જાણી વાસનામય બનેલા ઈસમો કેટલી નીચ હરકત કરી શકે છે તે ખ્યાલ આવી શકે છે
ગુજરાત ના પવિત્ર ધામ ગણાતા દેવભૂમિ દ્વારકા માં જ એક ઇસમે માતા તરીકે પૂજાતી એવી ગાય સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરતા ઝડપાયો હતો. રાત્રિના અંધકારમાં અહીંના જૂની નગરપાલિકા નજીક આવેલી આદિત્ય હોસ્પિટલની સામે ભરત અશવારે નામનો રિક્ષાચાલક ઈસમ અંધારામાં બેસેલી ગાયને અડપલાં કર્યા હતા. ત્યારબાદ ગાય ઊભી થઈ જતા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરી હતી. જે અંગે કોઈ એ પોલીસ ને ખબર આપતા જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને આરોપી સામે ગુનો નોંધી તેની કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરી છે. આ મામલો બહાર આવતા જ નગર માં ભારે ચકચાર મચી ગઇ હતી અને વિકૃત યુવાન સામે ફિટકાર વરસાવી રહ્યા છે.
