નવી દિલ્હી, તા.૬ : સ્કોડાની નવી ઓકટોવીયા આરએસ ૨૩૦ કાર લોન્ચ કરાઈ છે. જેની કિંમત ૨૪.૬૨ લાખ (એકસ શોરૂમ ) રાખી છે. આ કારનું પેટ્રોલ એન્જીન ૨૩૦ પીએસનો પાવર જનરેટ કરે છે. કારની મહત્તમ સ્પીડ ૨૫૦ કી.મી.પ્રતિ કલાક છે. કાર ૦થી ૧૦૦ કી.મી.ની ઝડપ માત્ર ૬.૮ સેંકડમાં પકડી શકે છે. રેસ બ્લુ, સ્ટીલ ગ્રે, કોરીડા રેડ અને કેન્ડી વ્હાઇટ કારમાં ઉપલબ્ધ કારમાં ૨.૦ લીટર પેટ્રોલ એન્જીન અપાયું છે.
આ કારમાં ૬ સ્પીડ ડ્યુલ કલચ ઓટોમેટિક ગિયબોકસ છે. આગળના ભાગમાં નવું બમ્પર અને મોટો એયર ડેમ અપાયો છે. આ કારનો મુકાબલો મર્સીડીઝ સી કલાસ, બીએમડબલ્યૂ, સાથે થશે તેમ મનાય છે.