હાલ કોરોના ની મહામારી માં પરિવહન વ્યવસ્થા ને અસર પહોંચતા ધંધા ને અસર થતા રાજકોટ થી અરજન્ટ મુંબઈ જવા રસ્તો આસન થઈ ગયો છે અને આજે દશેરા થી હવાઈ સેવા માં વધુ એક સેવા નો ઉમેરો થયો છે. રાજકોટથી ઉડાન ભરતી ફ્લાઈટ પણ હવે અનલોક થઇ ગઈ હોય એમ મોટાભાગે મુંબઈની ફ્લાઈટ હાઉસફુલ ઉડાન ભરી રહી છે. અનલોકના અમલીકરણ બાદ વેપાર-ધંધા અને ઉદ્યોગો સહિત બધું અનલોક થઇ જતા ફ્લાઈટ પણ હાઉસફુલ થવા લાગી છે. એર ટ્રાફિક વધતા હવે સ્પાઈસ જેટે પણ રાજકોટથી મુંબઈની ફ્લાઈટ આજથી દરરોજ ઉડાવવાનો નિર્ણય કર્યો છે. આમ એરપોર્ટ ઉપર ઇન્કવાયરી અને બુકીંગ ચાલુ થયું હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
