વલસાડમાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવનું આયોજન થયું છે. જેમાં ઘણા લોકો ભેગા થતા હોય છે. હાલમાં સ્વાઇન ફલુ રોગનું પ્રમાણ જોવા મળે છે. જેથી આ રોગ સામે રક્ષણ મળી રહે તે હેતુસર વલસાડ અબ્રામા વિસ્તારની સુંદરવન સોસાયટી ખાતે ગણેશ ઉત્સવ દરમિયાન શ્રી શુકત્તમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ વધુ લોકોને આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.
આ ઉપરાત વલસાડ માહિતી વિભાગ દ્વારા લોકડાયરાના માધ્યમ વડે સ્વાઇન ફલુ રોગની જાણકારી આપવામાં આવી હતી. ધીમંત મસરાણી દ્વારા સુંદરવન સોસાયટી ખાતે લોકડાયરાના માધ્યમ વડે મનોરંજન સાથે મેલેરિયા નાબુદી, નશાબંધી, સ્વચ્છતા અભિયાનની જાણકારી લોકોને આપવામાં આવી હતી. ચીંચવાડા યુવક મંડળ દ્વારા પણ ભકતજનોને પૌરાણિક ભજનોની રમઝટ જમાવી હતી.