હાલ કોરોના કાળ માં માસ્ક નહી પહેરનાર સામે કડક પગલાં અનેં1000 દંડ વસુલાઈ રહ્યો છે ત્યારે રાજ્ય માં પોલીસ સાથે ઘર્ષણ ના બનાવો પણ વધ્યા છે તેવે સમયે જેતપુર તાલુકા પોલીસ ટીમ પ્રોહિબિશનની ચેકીંગ માં હતાં તે દરમિયાન બોરડી સમઢીયાળા ગામે ધાર વિસ્તારમાં અરવિંદભાઈ ખીમજીભાઈ દોંગા મોટર સાયકલ પર નીકળ્યા હતા અને તેઓ એ માસ્ક પહેરેલ ન હોય માસ્ક અંગે દંડ ભરવાનું કહેતાં તેણે પોલીસ ને આઈકાર્ડ બતાવવાનુ કહી માથાકૂટ કરી હતી પરિણામે દેકારો વધતા પીએસઆઈ પી.જે. બાંટવા સ્થળ પર આવી ગયા હતા જ્યાં એક શખ્સે પીએસઆઈ સાથે ગેરવર્તન કરી ટોપી પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપી બાદમાં ત્રણેય શખ્સોએ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ શામળા તથા ચમનલાલ ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ ઉભી કરવા મામલે પોલીસે અરવિંદ દોંગા, નરેન્દ્ર દોંગા અને તેજસ દોંગા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આ ઘટના એ અહીં ભારે ચકચાર જગાવી હતી.
