રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને લોકો કોરોના ની ગંભીરતા સમજી નથી રહ્યા.
અહીં છેલ્લા 24 કલાકમાં બહાર આવેલા સરકારી આંકડાઓ માં 10 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ 82 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ 7176 થયા છે. જેમાંથી 913 દર્દી સારવાર હેઠળ છે અને 98 વ્યક્તિ સારવાર દરમિયાન સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં કુલ 267192 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી 2.65 ટકા પોઝિટિવ રેટ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના 32 પોઝિટિવ દર્દીનો વધારો થતા કુલ કેસ 3328 થયા છે. આમ રાજકોટ શહેર અને જિલ્લામાં 114 પોઝિટિવ દર્દીનો વધારો થયો હોવાની હકીકત સામે આવી છે.
રાજકોટમાં વધી રહેલા કોરોના ના સંક્રમણ ને રોકવા માટે લોકો ને જાગૃતિ કેળવવા માટે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરાઈ રહી છે પરંતુ લોકો તેને સિરિયસ નહિ લેતા તંત્ર પણ વિમાસણ માં મુકાયું છે.
