ભાવનગર ના ઉમરાળા નજીક ચોગઠ ગામે નદીમાં છ યુવકો ડૂબ્યા એક નો મૃતદેહ મળ્યો,બે બચાવી લેવાયા બાકીના ત્રણ લાપતા થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
ભાવનગરના ઉમરાળામાં છ યુવકો નદીમાં ડૂબી જતા ભારે દેકારો મચી ગયો છે અને ડૂબેલાઓ ની શોધખોળ કરવામાં આવી રહી છે જેમાં બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક ની લાશ મળી આવી છે હજુ 3 યુવકોની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાનાં પગલે નદિ કિનારે મોટી સંખ્યા માં લોકો એકત્ર થઇ ગયા છે.વિગતો મુજબ ભાવનગર નજીક આવેલ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ નજીક પસાર થતી કાલુભાર નદીના પટમા ન્હાવા પડેલા 6 યુવક ડૂબ્યા હતા. આ તમામ યુવકો 15 થી 20 વર્ષના હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે 1 યુવકની લાશ મળી આવી છે. જ્યારે હજુ અન્ય 3 લોકો લાપતા હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. આ ઘટના ને પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
આ ઘટના ને લઈ વહીવટી વિભાગ દોડતું થઈ ગયુ છે અને હાલ માં મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે,ભાવનગરથી ફાયરનો કાફલો પણ લાપતા યુવાનો ની શોધખોળ માં લાગ્યો છે.
