રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાતા ભારે ખળભળાટ મચી ગયો છે અને તરત જ લેવાયેલા એક્શન માં રાજકોટ ની કૌભાંડ આચરનાર ન્યૂ આઈડિયલ ફાર્માનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે.
અહીં આનંદ ક્લિનિકના નામે 24 ઈન્જેક્શનનું બોગસ બિલ ન્યૂ આઈડિયલ ફાર્માએ બનાવ્યું હોવાની વાત સામે આવી છે પણ આ ઘટનામાં 24 નહીં પરંતુ 100થી વધુ ઈન્જેક્શનનું વેચાણ થયું હોવાનું કહેવાય છે. આ કૌભાંડ માં પરેશ ઝાલાવાડીયા, રજની ફળદુ સામે ગુનો નોંધી ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટના મોટી ટાંકી ચોક પાસેથી ન્યુ આઈડલ એજન્સીના સંચાલક પરેશ લક્ષ્મણ ઝાલાવડીયા (રહે. સાધુ વાસવાણી રોડ, જનકપુરી સોસા.) તથા એમ.આર. રજનીકાંત પરસોતમ ફળદુ (રહે. સંસ્કાર એવન્યુ હાલ જિલ્લા જેલ)એ મળી કુલ 24 ઈંજેકશનો બારોબાર કાળાબજારમાં વેચી નાખ્યા હોવાની વાત નો ક્રાઈમ બ્રાન્ચ ની તપાસ માં ખુલાસો થયો છે કોરોના વાયરસ ના દર્દી માટે વપરાતું રેમડેસીવીર ઇન્જેક્શન નું કૌભાંડ અગાઉ પણ ગાજયું હતુ, ત્યારે રાજકોટ ની ન્યુ આઈડિયલ ફાર્મા દ્વારા ફરી એકવાર આ ઇન્જેક્શન માં કૌભાંડ નો મામલો બહાર આવતા ભારે ચકચાર મચી છે.
