રાજકોટમાં કોરોના સંક્રમણ જે ગતિએ વધી રહ્યું છે. તેવા સમયમાં રાજકોટની સિવિલમાં ઓક્સિજનની અછત ન પડે તે માટે 20 હજાર લિટરની વધુ એક ટેન્ક મૂકવામાં આવશે. જો કે હાલમાં પીડીયુ હોસ્પિટલમાં 11 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને 950 લિટરની 4 ટેન્ક ઉપલબ્ધ છે. તેમ છતાં અછત ન પડે તે માટે વધુ એક ટેન્ક મૂકવામાં આવશે. બીજી તરફ સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગને 4 વખત સેનેટાઈઝ કરવામાં આવે છે. જેથી કોરોનાનો ચેપ એકબીજાને ન લાગે. કોરોના સંક્ર્મણ અટકાવવા માટે અને સિવિલને જતું મુક્ત રાખવા માટે દરરોજ સ્પ્રે કરવામાં આવે છે. હોસ્પિટલને જતું મુક્ત રાખવા વહેલી સવારે પહેલો રાઉન્ડ શરૂ થાય છે. PPE કિટ, હેન્ડ ગ્લોઝ, માસ્ક સહિતનાં પ્રોટેક્શન સાથે સ્પ્રે વડે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. કોવિડ બિલ્ડિંગના તમામ માળ, વોર્ડ, ઓફિસ, લોબી તેમજ બધી જ લિફ્ટને સ્પ્રે કરી ડિસઈન્ફેક્ટ કરે છે. સફાઈ કામગીરી કરતા ડાયાભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાથી દિવસમાં 4 વાર સમગ્ર હોસ્પિટલને સેનેટાઈઝ કરૂ છું. કોરોના વોર્ડમાંથી આવન જાવન કરતા સ્ટાફની PPE કિટ પર જો કોઈ જંતુઓ બહાર આવ્યા હોય તો તે મરી જાય છે. જેથી અન્ય લોકોને ચેપ લાગે નહીં. વળી દર્દીઓને લિફ્ટમાં લઈ જવામાં આવતા હોવાથી લિફ્ટ, સ્ટ્રેચર અને એમ્બ્યુલન્સને પણ રોજ સેનેટાઈઝ કરીએ છીએ.