ગુજરતા રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ સંકટ વચ્ચે રાજકોટ કોવિડ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે . જેમાં કોરોના દર્દીને હોસ્પિટલનો સ્ટાફ અને સિક્યોરીટી માર મારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીપીઈ કીટ પહેરી હોસ્પિટલના સ્ટાફનો એક વ્યક્તિ દર્દીને પગમાં દબોચી રાખ્યો છે અને એક પછી એક લાફા ઝીકી રહ્યો છે…જેની સામે દર્દી કહી રહ્યો છે કે મને પાણી આપ અને મારી નાખો.. જો કે આ દર્દીને ક્યા કારણોસર માર મારવામાં આવ્યો તે જાણવા મળ્યું નથી. ?
- શું રાજકોટ સિવિલમાં આવી રીતે થાય છે દર્દીઓની સારવાર?
- કોરોનાના દર્દી સાથે આવું વર્તન શા માટે?
- દર્દીને શા માટે મારવામાં આવ્યો માર?રાજકોટમાં કોરોનાનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 33 દર્દીઓના મોત થયા.. જેમા રાજકોટ શહેરના 29, જિલ્લાના બે અને અન્ય જિલ્લાના બે દર્દીઓનો સમાવેશ થાય છે. રાજકોટમાં સતત કોરોનાના કેસ વધતા અમદાવાદથી તબીબની ટીમને મોકલવામાં આવી છે. ત્યારે કોરોનાથી થતા મૃત્યુઆંક છુપાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.