ભાવનગર જિલ્લા ના એક ગામ માં એક શિક્ષિકા એ શાળા ના વધુ પડતા કામ ના પ્રેશર માં આવી જઇ મોત વ્હાલું કરી લેતા આ વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.
ભાવનગર ના લાખણકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 36 વર્ષીય શિક્ષિકા ભાવના પોરિયાએ મલેકવદર રોડ પર આવેલા ગામના કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે .
ભાવનાબેન અહીં છેલ્લા 1 વર્ષથી લાખણકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા અને તેઓ કામ ના બોજ થી થાકી ગયા હોવાનું કહેવાય છે આ પ્રકરણમાં શાળાના કામમાં આચાર્ય ઉદય માનસિક પ્રેશર આપતા હોવાનો શિક્ષિકાના ભાઈનો આક્ષેપ છે. શિક્ષિકાએ આત્મહત્યા પૂર્વે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં શિક્ષીકા કંટાળી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટના અંગે ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
