ગુજરાત માં કોરોના ની ગાઈડ લાઈન ના રાજ્કીય અગ્રણીઓ ધજીયા ઉડાવતાં રહ્યા અને હવે કોરોના સ્પ્રેડ નો સામનો કરવાનો વખત આવ્યો છે. ભાજપના સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન યોજાયેલા અનેક કર્યક્રમો દરમ્યાન નેતાઓ એ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો જેમાં અગાઉ પણ એક પછી એક ભાજપના નેતાઓ કોરોનાગ્રસ્ત બન્યા હોવાના અહેવાલો બાદ વધુએક નેતા કોરોનાગ્રસ્ત બન્યા છે. રાજકોટ 70 બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સી.આર. પાટીલે ખોડલધામમાં ભાજપના નેતાઓ સાથે જ્યારે સમૂહ માં ફોટો સેશન કરાવ્યું ત્યારે ફોટા પડાવવા માટે જેમાં ગોવિંદ પટેલ પણ જોડાયા હતા.
કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ગોવિંદ પટેલ ને સીનર્જી સંચાલિત પેટ્રીયા હોટલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ ભાજપના અનેક નેતાઓ કોરોના માં સપડાયા છે જેમાં
29 ઓગસ્ટે રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગત 21 અને 22 ઓગસ્ટે પાટીલ રાજકોટ પ્રવાસે આવ્યા ત્યારે તેના સ્વાગત માટે ભાજપે રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં રૈયાણી પણ જોડાયા હતા અને સી.આર. પાટીલની ખુલ્લી જીપમાં સવાર પણ થયા હતા. બાદમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશ ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અભય ભારદ્વાજ પણ સી.આર. પાટીલની રાજકોટમાં યોજાયેલી પ્રસે કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. બાદમાં સીઆર સાથે હાજર રહેનાર રાજકોટના મેયર બીનાબેન આચાર્ય અને તેમના પતિનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો લીમડી માં પણ નેતાઓ સંકમિત બન્યા હતા.
આમ,સોશીયલ ડિસ્ટનીંગ નો ભંગ કરનાર નેતાઓ માં કોરોના આવતા નેતાઓ માં ફફડાટ ફેલાયો છે.
