એક તરફ રાજ્ય અને દેશમાં કોરોના સંક્રમણનો આંક સતત વધી રહ્યો છે તો બીજી બાજુ રાજકોટમાં પણ સતત પોઝિટિવ કેસના આંક વધી રહ્યા છે. જેને લઈને હવે રાજકોટ મહાનગપાલિકા એક્શનમાં આવી ગયું છે. અને કોરોના કેસ વધતા અટકે અને સક્રિય કેસમાં દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
શિક્ષકો સાથે મળીને મનપા સ્ટાફ કરશે કામગીરી
રાજકોટમાં કોરોનાની યોગ્ય સારવાર મળી રહે તે માટે મહાનગરપાલિકાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં મહાનગરપાલિકાનો સ્ટાફ શિક્ષકો સાથે મળીને સર્વેની કામગીરી હાથ ધરી છે.
આ છે રાજકોટ મનપાનો 30-30 એક્શનપ્લાન
રાજકોટમાં ડોર ટુ ડોર જઈને સર્વેની કામગીરી હાથ ધરશે. જેમાં 30 શિક્ષકો અને 30 કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે દરેક ઘરની અંદર કેટલા વૃદ્ધો કેટલા બાળકો અને કેટલા લોકો છે તેની સર્વેની કામગીરી હાથ ધરશે સાથે સાથે તેમને કેવા પ્રકારના રોગો છે તેને લઈને પણ ચકાસણી કરવામાં આવશે.