સનાતન ધર્મમાં શુકન અને અપશુકનને માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ સુભ કાર્ય માંટે ઘરની બહાર નીકળો છો તો ત્યારે બિલાડી માર્ગમાં આડી ઉતરીને રસ્તો કાપી નાખે છે અથવા છીંક આવે છે તો તેને ખરાબ માનવામાં આવે છે. જો કે હજી આ બાબતોની કોઈ વૈજ્ઞાનિક દલીલ નથી, પરંતુ ઘણા સુકન અને ખરાબ શુકનને લઈને કેટલીય માન્યતાઓ પ્રચલિત છે. પિતૃપક્ષ દરમિયાન કાગડાને વાસ નાંખવામાં આવે છે. માન્ય તા છે કે કાગડાઓ એ માણસોનું સ્વરૂપ છે. કાગડા સાથે સંકળાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેતો વિશે પણ કેટલીક માન્યતાઓ રહેલી છે.
સવારે ઘરની બહાર કાગડો બોલતો દેખાતો હોય તો તે શુભ સંકેત
જો સવારે ઘરની બહાર કાગડો બોલતો દેખાતો હોય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરે મહેમાન આવવાનું છે. તે ધન લાભ અને આદરની નિશાની તરીકે પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કાગડો કોઈ સ્ત્રી પર બેસે તો તેના પતિના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સિવાય કાગડાને જોરથી અવાજ સાંભળવો અને પાંખો ફફડાવતા જોવાનું પણ અપશુકન માનવામાં આવે છે.
કાગડાને ખાતો પિતો જોવો તે પણ સફળતાની નિશાની
જો રસ્તામાં કાગડો તમને પાણી પીતા દેખાઈ આવે તો તે પૈસાની ઉપાર્જનની ધનલાભની નિશાની માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કાગડાને પાણી પિતો જોવો તે પણ સફળતાની નિશાની માનવામાં આવે છે. જો કાગડો ચાંચમાં રોટલીનો ટુકડો દબાવતા જોવામાં આવે છે, તો તે પૈસા મેળવવાના સંકેત માનવામાં આવે છે.
કાગડાને જમીન પર ચાંચ મારતો જોવો પણ શુભ સંકેત
એવું માનવામાં આવે છે કે જો પાછળથી કાગડાનો અવાજ સંભળાય છે, તો મુશ્કેલીઓ જલ્દીથી સમાપ્ત થવાની છે. કાગડાને જમીન પર ચાંચ મારતો જોવો પણ શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ ધનલાભનો સંકેત છે.
કાગડાનું ઝૂંડ આવીને જોરથી અવાજ કરે તો તે અપશુકન
અચાનક કાગડાનું ઝૂંડ આવીને જોરથી અવાજ કરે તો તેને અપશુકન માનવામાં આવે છે. જો ઘરની છત પર ઘણા કાગડાઓ બેસેલા હોય તો તે સંકટનો સંકેત આપે છે.