રાજ્યમાં હાલ રાજકોટ માં કોરોનાથી સ્થિતિ અતિગંભીર હોવાનું મીડિયા રિપોર્ટ માં બહાર આવતા ચકચાર મચી ગઇ છે. છેલ્લા ત્રણ દિવસ માં સંખ્યાબંધ લોકો કોરોના ના ખપ્પર માં હોમાઈ ગયા છે.
અહીંના સ્મશાનગૃહોમાં પણ અગ્નિદાહ માટે 24 કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું હોવાની વાસ્તવિકતા સામે આવી છે. કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ જુલાઈમાં કોરોના પ્રોટોકલ પ્રમાણે 101 અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા પણ રીપોર્ટ મુજબ ઓગસ્ટમાં 334 અંતિમ સંસ્કાર કરાયા હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટમાં કચરાપેટી, ભંગારની બાજુમાં મૃતદેહો પડ્યા હોવાના રીપોર્ટર દ્વારા કરાયેલા સ્થળ રિપોર્ટિંગ માં વાસ્તવિકતા છતી થઈ છે. રાજકોટના સ્મશાનગૃહો પાસેથી મેળવેલી વિગતો મુજબ ઓગસ્ટ માસમાં રાજકોટમાં 500 કોરોનાગ્રસ્તોના અંતિમ સંસ્કાર થયા છે. સપ્ટેમ્બરના છેલ્લા 3 દિવસમાં આ આંક 78થી વધુનો હોવાનો ખુલાસો થયો છે, રાજકોટના ચાર સ્મશાનગૃહોમાં અત્યાર સુધીમાં કુલ 777 કોરોનાગ્રસ્તોના અંતિમ સંસ્કાર થયા હોવાનું બહાર આવ્યુ છે આમ રાજકોટમાં હાલ કોરોના ની સ્થિતિ અતિ ગંભીર હોવાની વાત નો ખુલાસો થયો છે ત્યારે રાજકોટ માં જનતા એ સાવચેત રહેવાની જરૂર છે.
