હિંદુ ધર્મમાં શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને ખીરનો ભોગ લગાવવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે. માન્યતા છે કે, ખીરનો ભોગ લગાવવાથી પિતૃ પ્રસન્ન હોય છે અને પરિવારને ખુશાલીનો આશીર્વાદ આપે છે. તો આવો જાણીએ કેવી રીતે બનાવવામાં આવે છે શ્રાદ્ધમાં ખીર…
ખીર બનાવવા માટે જરૂરી સામગ્રી
- દુધ- 1 લીટર
- મખાને- 2 કપ
- ખાંડ- 4 ચમચી
- ઘી- 2 ચમચી
- બદામ-કાજૂનું ક્લિપિંગ
- કિશમિશ
- નારિયેરનું છીણ-1/3 કપ
- એલચી પાવડર
- અડધી ચમચી કેસરના લચ્છ દૂધમાં પલાળેલા
ખીર બનાવવાની રીત
- ખીર બનાવવા માટે સૌ પ્રથમ એક કપમાં ઘી ગરમ કરી મખાનેને શેકી લો.
- ત્યારબાદ શેકેલા મખાનેને એક પ્લેટમાં કાઢી ઠંડા કરી કૂટી લો.
- હવે દૂધને ઉકળવા દો. જ્યારે દૂધ ઉખળી જાય તો તેમાં મખાને નાખી પકાવો અને ખાંડ નાખી દો.
- ખીર જાડી થાય ત્યાં સુધી પકાવો.
- હવે તેમાં કાજૂ-બદામનો ભૂક્કો, નારિયેરનું છીણ, કિશમિશ, એલચી અને કેસર નાખો.
- હવે તમારી ખીર બનીને તૈયાર છે. તેને ગરમ-ગરમ પ્લેટમાં કાઢી સર્વ કરો.