શ્રાધ્ધ નું મહત્વ, શ્રાધ્ધ માં શું કરવું જોઈએ
પિતૃદોષ માંથી મુક્તિ મેળવાવનો યોગ્ય સમય હોય છે પિતૃપક્ષ. હિન્દુ ધર્મમાં શ્રાધ્ધ એ પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવેલ શ્રાધ્ધકર્મ અને દાન-તર્પણથી પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત થાય છે. તેઓ ખુશ થઈને પોતાના વંશજોને સુખી અને સંપન્ન જીવન જીવવાના આશીર્વાદ આપે છે શ્રાધ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે દાન ધર્મ કાર્ય કરીએ છીએ.
શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ધર્મગ્રંથો પ્રમાણે શ્રાધ્ધના સોળ દિવસમાં લોકો પોતાના પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ ઉપર શ્રાદ્ધ કરે છે. એવી માન્યતા છે કે પિતૃઓનું ઋણ શ્રાદ્ધ દ્વારા ચુકવવામાં આવે છે. વર્ષના કોઈપણ મહિના તથા તિથિમાં સ્વર્ગવાસી થયેલા પિતૃઓ માટે પિતૃપક્ષની એ તિથિએ શ્રાદ્ધ કરવાનું કહેવામાં આવે છે.
-શ્રાધ્ધ કર્મમાં ગાયનું ઘી, દૂધ અને દહીં કામમાં લેવું જોઈએ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે દસ દિવસની અંદરના બચ્ચાને જન્મ આપનારી ગાયનું દૂધનો ઉપયોગ શ્રાધ્ધ કર્મમાં ન કરવો જોઈએ.
– શ્રાધ્ધ કર્મ માં ચાંદીના વાસણોમાં માત્ર પાણી આપવામાં આવે તો પણ તે અક્ષય તૃપ્તિકારક હોય છે.પિતૃઓ માટે અર્ધ્ય, પિંડ અને ભોજનના વાસણ પણ ચાંદીના હોયતો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
શ્રાધ્ધ કરવાના ખાસ નિયમો હોય છે. શ્રાધ્ધ જે તિથિમાં જે પરિજનનું મૃત્યુ થયું હોય તે તિથિએ તેમનું શ્રાધ્ધ કરવામાં આવે છે. શ્રાધ્ધ કર્મ પૂર્ણ વિશ્વાસ, શ્રધ્ધા અને ઉત્સાહની સાથે મનાવવું જોઈએ. પિતૃઓ સુધી આપણું દાન જ નહીં પણ આપણો ભાવ પણ પહોંચવો જોઈએ.
જે લોકોનું અકાળ મૃત્યું થયું હોય અને યોગ્ય જાણકારી ન હોય તેમને અમાસની તિથિએ શ્રાદ્ધ કરવું જોઈએ. સાપ કરડવાથી થયેલું મૃત્યું અને બીમારીઓમાં, જેમનું મૃત્યુ થયું હોય કે જેમના અંતિમ સંસ્કાર થયા ન હોય તેમનું શ્રાદ્ધ પણ અમાસે કરવામાં આવે છે.
પતિ જીવિત હોય અને પત્ની મૃત્યુ પામે હોય તો એવી મહિલાનું શ્રાદ્ધ નવમી તિથિએ કરવામાં આવે છે. જેને માતૃ નવમી કહે છે. આ દિવસે મહિલાઓને ભોજન કરાવાય છે.
એકાદશીમાં એ લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમને સંન્યાસ લઈ લીધો હોય, તે શિવાય જેમનું મૃત્યું આ તિથિએ થયું હોય તેમનું પણ શ્રાદ્ધ આ તિથિએ થાય છે.
પિતૃપક્ષથી એક દિવસ પહેલાં પૂનમ તિથિએ અગસ્ત મુનિ અને દેવતાઓની પૂજા કરવામાં આવે છે,
જુઓ ૨૦૨૦ માં શ્રાધ્ધ તિથિઓ-
તારીખ ૦૨/૦૯/૨૦૨૦ થી ચાલુ થાય છે.
(૧) પૂનમનું શ્રાધ્ધ
૦૨/૦૯/૨૦૨૦, બુધવાર
(૨) એકમ નું શ્રાધ્ધ
૦૩/૦૯/૨૦૨૦, ગુરુવાર.
(3) બીજ નું શ્રાધ્ધ
૦૪/૦૯/૨૦૨૦, શુક્રવાર.
(૪) ત્રીજ નું શ્રાધ્ધ
૦૫/૦૯/૨૦૨૦, શનિવાર.
(૫) ચોથ નું શ્રાધ્ધ
૦૬/૦૯/૨૦૨૦, રવિવાર.
(૬) પાંચમ નું શ્રાધ્ધ
૦૭/૦૯/૨૦૨૦, સોમવાર
(૭) છઠ નું શ્રાધ્ધ
૦૮/૦૯/૨૦૨૦, મંગળવાર.
(૮) સાતમ નું શ્રાધ્ધ
૦૯/૦૯/૨૦૨૦, બુધવાર.
(૯) આઠમ નું શ્રાધ્ધ
૧૦/૦૯/૨૦૨૦, ગુરુવાર.
(૧૦) નોમ નું શ્રાધ્ધ
૧૧/૦૯/૨૦૨૦, શુક્રવાર.
(૧૧) દસમ નું શ્રાધ્ધ
૧૨/૦૯/૨૦૨૦, શનિવાર.
(૧૨) અગીયારસ નું શ્રાધ્ધ
૧૩/૦૯/૨૦૨૦, રવિવાર
(૧૩) બારસ નું શ્રાધ્ધ
૧૪/૦૯/૨૦૨૦, સોમવાર.
(૧૪) તેરસ નું શ્રાધ્ધ
૧૫/૦૯/૨૦૨૦, મંગળવાર.
(૧૫) ચૌદસ નું શ્રાધ્ધ
૧૬/૦૯/૨૦૨૦, બુધવાર.
નોંધ :-
સર્વ પિત્રુ અમાસ શ્રાધ્ધ
૧૭/૦૯/૨૦૨૦, ગુરુવાર.
શાસ્ત્રો પ્રમાણે પોતાના પિતૃગણોનું શ્રાદ્ધ કર્મ કરવા માટે એક વર્ષમાં 96 તકો મળે છે. જેમાં વર્ષમાં 12 મહિનાની અમાસ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે. વર્ષની 14 મન્વાદિ તિથિઓ, 12 વ્યુતિપાત યોગ, 12 સંક્રાંતિ, 13 વૈધૃતિ યોગ અને 15 મહાલય સામેલ છે. જેમાં પિતૃપક્ષનું શ્રાદ્ધ કર્મ ઉત્તમ ગણાય છે.