રાજયભરમાં મેઘરાજા હવે પોતાનું પ્રકોપ બતાવી રહ્યા છે. ઠેરઠેર ભારે વરસાદના કારણે ખેતીમાં પાયમાલ નુકશાન થયું છે. ત્યારે હવે અમદાવાદના વટવા વિસ્તારમાં વરુણદેવને રીઝવવા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યું. જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણ કરી વરુણ દેવની ખમૈયા કરવામાં આવી.
રાજયમાં જગતનો તાતને અતિવૃષ્ટિની ખુવારી થી બચાવવા અને જગતના કલ્યાણ થાય તે માટે 11 જેટલા ભૂદેવો દ્વારા વરુણ દેવ ને આજીજી પુવઁક સ્તુતિ કરી ને પાથઁના સાથે યજ્ઞ નું આયોજન કયુઁ.