ઓણમ મહોત્સવની શરૂઆત મલયાલમ નવવર્ષ ચિંગમ મહિનાની શરૂઆતના ચોથા કે પાંચમા દિવસ પછી થઇ જાય છે. 10 દિવસના આ પર્વમાં પાક કાપવામાં આવે છે. વિવિધ જગ્યાએ મેળા યોજાય છે. આ દિવસોમાં વિવિધ પકવાન બનાવવામાં આવે છે. ઘરની સફાઈ અને સજાવટ થાય છે. ઘરની બહાર રંગોળી બનાવવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન ખાસ કરીને સ્નેક બોટ રેસનું આયોજન કરવામાં આવે છે. જેને વલ્લમ કલી કહેવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે કેરળમાં રાજા મહાબલીના સમૃદ્ધ અને ખુશહાલ રાજકાળની યાદમાં આ 10 દિવસનો મહોત્સવ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં તેઓ પાતાળથી પૃથ્વી ઉપર પોતાની પ્રજાને જોવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે, ઓણમની શરૂઆત લગભગ 1 હજાર વર્ષ પહેલાં થઇ હતી. આ ઉત્સવ સાથે જોડાયેલાં અભિલેખ મળ્યાં છે જે 800 ઈ.સ પૂર્વેના છે. તે સમયે ઓણમ ઉત્સવ આખો મહિનો ચાલતો હતો. આ કેરળનો મહત્ત્વપૂર્ણ પર્વ છે. આ તહેવાર પાકને કાપવા સાથે જોડાયેલો છે. શહેરમાં આ તહેવારને બધા સમુદાયના લોકો સાથે ઉજવવામાં આવે છે. આ પર્વ મલયાલમ કેલેન્ડરના પહેલાં મહિના ચિંગમની શરૂઆતના દિવસોમાં ઉજવવામાં આવે છે. ઓણમ ઉત્સવ ચારથી દસ દિવસ સુધી ચાલે છે, જેમાં પહેલો અને દસમો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.