નવરાત્રી ઉપર આવો સંયોગ આશરે 165 વર્ષ બાદ બની રહ્યો છે. આ વખતે ચાતુર્માસ ચાર મહિનાનો નહી પરંતુ પાંચ માસનો છે. ચાતુર્માસમાં શુભ કાર્ય કરવામાં આવતા નથી. કારણ કે ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં વિશ્રામ કરવા માટે પાતાળ લોકમાં ચાલ્યા જાય છે. પાંચ મહિનાના ચાતુર્માસના કારણે આ વર્ષે બે આશ્વિન માસ હશે. આ વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે. 165 વર્ષ બાદ લીપ યર અને અધિક માસ બંને એક જ વર્ષમાં આવી રહ્યાં છે. પિતૃપક્ષનુ સમાપન 17 સપ્ટેમ્બરના રોજ થઈ રહ્યું છે. તે બાદના દિવસથી અધિકમાસ શરૂ થશે. અધિક માસ 16 ઓક્ટોબર સુધી ચાલશે. તેના બાદના દિવસે 17 ઓક્ટોબરથી નવરાત્રિની પૂજાનો આરંભ થશે.
અધિકમાસનું આવી રીતે થાય છે નિર્માણ
પંચાગ પ્રમાણે એક સૂર્ય વર્ષમાં 365 દિવસ અને આશરે 6 કલાક હોય છે. જ્યારે એક ચંદ્ર વર્ષમાં 354 દિવસનું માનવામાં આવી રહ્યું છે. બંને વર્ષોની વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે. તો આ અંતર દર ત્રણ વર્ષમાં આશે એક માસ બરાબર થાય છે. તે અંતરને દુર કરવા માટે ત્રણ વર્ષમાં એક ચંદ્ર માસ વધારે આવે છે. જે વધારે હોવાથી તેને અધિકમાસ કહેવામાં આવે છે.
નવરાત્રિનો 17 ઓક્ટોબરથી થશે પ્રારંભ
- 17 ઓક્ટોબર પ્રથમ દિવસ- માં શૈલપુત્રી પૂજા
- 18 ઓક્ટોબર બીજો દિવસ – માં બ્રહ્મચારિણી પૂજા
- 19 ઓક્ટોબર ત્રીજો દિવસ – માં ચંદ્રઘંટા પૂજા
- 20 ઓક્ટોબર ચોથો દિવસ – માં કુષ્માંડા પૂજા
- 21 ઓક્ટોબર પાંચમો દિવસ – માં સ્કંદમાતા પૂજા
- 22 ઓક્ટોબર છઠ્ઠો દિવસ – માં કાત્યાયની પૂજા
- 23 ઓક્ટોબર સાતમો દિવસ – માં કાલરાત્રિ
- 24 ઓક્ટોબર આઠમો દિવસ – માં મહાગૌરી પૂજા
- 25 ઓક્ટોબર નવમો દિવસ – માં સિદ્ધિદાત્રી નવરાત્રિ પારણ