હિંદુ કેલેન્ડર પ્રમાણે ઓગસ્ટના છેલ્લાં સપ્તાહની શરૂઆત ભાદરવા મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિથી થઇ રહી છે. આ દિવસે મોરયાઈ છઠ્ઠનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત ભગવાન સૂર્ય માટે કરવામાં આવે છે. આ દિવસે રવિયોગ બનવાથી સપ્તાહનો પહેલો દિવસ ખરીદારી માટે શુભ રહેશે. આ 7 દિવસોમાં રાધાષ્ટમી, મહાલક્ષ્મી વ્રત, પરિવર્તિની એકાદશી જેવા મોટા તહેવાર આવશે.
24 થી 30 ઓગસ્ટનું પંચાંગઃ-
- 24 ઓગસ્ટ, સોમવાર- ભાદરવા સુદ પક્ષ ષષ્ઠી તિથિ, મોરયાઈ છઠ
- 25 ઓગસ્ટ, મંગળવાર- ભાદરવા સુદ પક્ષ સાતમ, સંતાન સપ્તમી
- 26 ઓગસ્ટ, બુધવાર- ભાદરવા સુદ પક્ષ આઠમ, ધરો આઠમ
- 27 ઓગસ્ટ, ગુરુવાર- ભાદરવા સુદ પક્ષ નોમ
- 28 ઓગસ્ટ, શુક્રવાર- ભાદરવા સુદ પક્ષ તેજા દશમી
- 29 ઓગસ્ટ, શનિવાર- ભાદરવા સુદ પક્ષ પરિવર્તિનિ એકાદશી
- 30 ઓગસ્ટ, રવિવાર- ભાદરવા સુદ પક્ષ બારસ, રવિ પ્રદોષ વ્રત
અન્ય મહત્ત્વપૂર્ણ દિવસ અને જયંતી-
- 26 ઓગસ્ટ, બુધવાર- વુમન્સ ઇક્વીલિટી ડે
- 27 ઓગસ્ટ, ગુરુવાર- નેશનલ સ્પોર્ટ્સ ડે, મેજર ધ્યાનચંદ્ર જયંતી