સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ 5 વર્ષ બાદ ઓવરફ્લો થતાં લોકોમાં હરખ જોવા મળી રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતાં 10 દરવાજા ખોલવામાં આવ્યાં છે.
જેથી નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમ છલકાતાં ખેતીમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેવાના કારણે વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન થશે અને પાણીનો પ્રશ્ન હલ થયો છે.
શેત્રુંજી ડેમ મોડી રાતે છલકાતાં પ્રથમ 8 દરવાજા અને ત્યાર બાદ વધુ 12 દરવાજા ખોલવામાં આવ્યા હતાં. શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાતા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.
ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે.
મહત્વનું છે કે આ ડેમ છેલ્લે 2015માં ઓવરફ્લો થયો હતો. ત્યાર બાદ ચાલુ વર્ષે ઓવરફ્લો થતાં 1 ફુટ દરવાજા ખોલવામાં આવતાં 803 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર, પાલિતાણા ગારીયાધારનો પાણીનો પ્રશ્ન હલ થયો છે