રાજ્ય માં કોરોના ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સામે આવી રહેલી ચોંકાવનારી વિગતો માં રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના ના એકસાથે 23 કેદીઓ કોરોના પોઝિટિવ આવતાં સનસનાટી મચી ગઇ છે. આ તમામ પોઝિટિવ કેદીઓનાં સંપર્કમાં આવેલાં અન્યો નું પણ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. જે બાદ હજુ જેલ માં વધુ કોરોનાનાં કેસો આવે તેવી શક્યતાઓ વ્યકત થઈ રહી છે, અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે.
બીજા મળી રહેલા અહેવાલો માં ગોંડલ સબજેલના કેદી ને રાજકોટ ખાતે રેન બસેરા માં હોમ ક્વોરન્ટાઇન કરાયો હતો તે બીજા માળેથી કુદીને ભાગવા જતાં નીચે પટકાતા મોત ને ભેટ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં દાખલ કરવામાં આવેલો કેદી આનંદગીરી હરિગીરી ગોસ્વામી રેન બસેરાના ક્વોરન્ટાઇન સેન્ટરના બીજા માળે આવેલી બારી તોડી ચાદરનું દોરડું બનાવી ત્યાંથી કુદીને ભાગવા જતાં નીચે પટકાયો હતો જ્યાં તેનું ગંભીર ઇજાઓ ને કારણે મોત થઈ ગયું હતું. આમ જેલ ના કેદીઓ પણ હવે સામૂહિક રીતે સંક્રમિત બનવાની ઘટનાઓ એ ભારે ટેંશન ઉભું કર્યું છે.
