આ કારણે દેશમાં તમામ ધાર્મિક જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે. જો કે, ધીમે ધીમે લોકડાઉનને પૂર્ણ કરીને અનલોકનો ત્રીજો ફેઝ લાગુ છે. આ વચ્ચે જમ્મુથી માઈ ભક્તો માટે ખુશખબર આવ્યાં છે. અંદાજે પાંચ મહિનાબાદ એટલે કે કાલે 16 ઓગષ્ટના રોજ શ્રદ્ધાળુઓ જમ્મુ કશ્મીરમાં રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડીઓમાં માં વૈષ્ણો દેવીના દર્શન કરી શકશે. કોરોના કારણે કડક નિયમોની સાથે યાત્રા શરૂ થઈ રહી છે. યાત્રાના પહેલા ચરણમાં પ્રતિદિન માત્ર 2000 શ્રદ્ધાળુ દર્શન કરી શકશે. આ યાત્રા 18 માર્ચના રોજ મોકુફ રાખવામાં આવી હતી.
2000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન
શ્રી માતા વૈષ્ણો દેવી સાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે માં વૈષ્ણો દેવીની યાત્રા કાલથી શરૂ થશે. તેણે જણાવ્યું કે, પહેલા સપ્તાહમાં દરરોજ આશરે 2000 તીર્થયાત્રાની સીમાં સુધી નક્કી કરવામાં આવે ચે. જેમાંથી 1900 ભક્ત જમ્મુ કાશ્મીર અને બાકી 100 યાત્રી બહારના હશે. કુમારે જણાવ્યું કે તે બાદ સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે અને તે અનુસાર નિર્ણય કરવામાં આવશે. યાત્રા રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપર ભીડ એકત્રિત થવાથી રોકવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ જ લોકો યાત્રા અનુમતિ દેવામાં આવશે.
આરોગ્ય સેતુ એપ અને માસ્ક અનિવાર્ય
કુમારે જણાવ્યું કે, યાત્રિકોએ પોતાના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવી અનિવાર્ય રહેશે. ચહેરા ઉપર માસ્ક અને કવર અનિવાર્ય થશે. યાત્રાના એન્ટ્રી પોઈન્ટ ઉપર માતાના ભક્તોની થર્મલ તપાસ કરવામાં આવશે. તેણે જણાવ્યું કે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બિમારીઓથી ગ્રસીત લોકો અને 60 સાલથી વધારે ઉંમરના લોકો માટે યાત્રા નહીં કરવાની અપીલ કરી છે.
રેડ ઝોન વાળા યાત્રિકોની કરાશે તપાસ
જમ્મુ કાશ્મીરમાં બહારના યાત્રિકો અને કેન્દ્રશાસિત પ્રદેશના રેડ ઝોનવાળા જિલ્લામાં આવનારા યાત્રિકોને કોરોનાથી સંક્રમિત નહી હોવાનો સંબંધીત રિપોર્ટને હેલીપૈડ અને દર્શનની યાત્રા ઉપરના પ્વોઈંટ ઉપર તપાસ કરવામાં આવશે. કુમારે જણાવ્યું કે, જે યાત્રિકોની પાસે કોરોનાથી સંક્રમિત નહીં થવા સંબંધીત રિપોર્ટ હશે, તેને જ ભવનની તરફ આગળ જવા દેવામાં આવશે.