કોરોના મહામારીના પગલે આ વખતે જન્માષ્ટમી દરમિયાન રાજ્યના મોટા ભાગના મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. જેથી ભક્તોની ભીડ ન થાય અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં. અમદાવાદ શહેરમાં જન્માષ્ટમી નિમીત્તે જગન્નાથ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, ઇસ્કોન મંદિર, કલ્યાણ પુષ્ટિ, હવેલી સહિત ૧૯ જેટલા મંદિરોના હવેલીના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે.
