શ્રાવણ માસ વદ આઠમ એટલે જન્માષ્ટમી ભગવાન કૃષ્ણ નો જન્મ દિવસ આ વર્ષે જન્માષ્ટમી ઉત્સવ ને લઈ ઘણા પ્રશ્નો ઉદભવ થતાં હોય છે, પણ જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે શ્રાવણ વદ-૮, રોહિણી નક્ષત્ર, ને ધ્યાન માં રાખી સ્માર્તમતાનુસાર અર્ધરાત્રીનાં અષ્ટમીનો સ્પર્શ થતો હોય તો સ્વીકાર્ય છે, જ્યારે વૈષ્ણવ મત, નિમ્બાર્ક પરંપરા અનુસાર સપ્તમીનો થોડો પણ સ્પર્શ તે દિવસે થતો હોય તો અષ્ટમી બીજા દિવસે સ્વીકાર્ય છે. ઉદય વ્યાપીની અષ્ટમી માને છે, રોહિણી નક્ષત્રની છાયા તા.૧૨/૦૮/૨૦૨૦ બુધવારે રાત્રે હોવાથી તથા શ્રીકૃષ્ણ જન્મભૂમિ સઁસ્થાન મથુરામાં,જ્યાં જન્મ થયો ત્યાં પણ તા.૧૨/૦૮/૨૦૨૦ ના રોજ મનાવવામાં આવનાર છે, જન્માષ્ટમી દ્વારકા, ડાકોર આદિ દેવાલયમાં પણ તા. ૧૨/૦૮/૨૦ ના દિવસે મનાવવામાં આવશે.
શિતળા સાતમ
મધ્યાહ્ન સમયે સપ્તમીનો ભાગ હોવાથી તે માન્ય ગણી શકાય તા.૧૦/૦૮/૨૦ નાં સપ્તમી મધ્યાહ્ને રહેવાથી શીતળા સાતમ ત્યારે મનાવશું અને વચ્ચે નો દિવસ વૃદ્ધિ દિવસ ગણીને શ્રીકૃષ્ણ જન્મોત્સવની પૂર્વ તૈયારી કરીશુ
૦૯/૦૮/૨૦૨૦ રાંધણ છઠ્ઠ.(રવિવાર)
૧૦/૦૮/૨૦૨૦ શીતળા સાતમ.(સોમવાર)
૧૧/૦૮/૨૦૨૦ વૃદ્ધિ દિવસ.(મંગળવાર)
૧૨/૦૮/૨૦૨૦ જન્માષ્ટમી.(બુધવાર)
૧૩/૦૮/૨૦૨૦ નંદોત્સવ.(ગુરુવાર )
આ પ્રકારે ઉત્સવ મનાવવા યોગ્ય રહેશે.