કોરોનાની મહમારીથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ત્યારે બોલીવુડના નાના પડદા ઉપર સુસાઇડના એક પછી એક કેસ સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે ટીવી એક્ટર સમીર શર્માએ સુસાઇડ કરી લીધુ છે. સમીર શર્મા ક્યોકિ સાસ ભી કભી બહૂ થી સીરીયલ માં કામ કરી ચુક્યો છે. 44 વર્ષના સમીર શર્માએ બુધવારની રાત્રે મલાડ પશ્ચિમ વિસ્તારમાં સીએચએસ બિલ્ડિંગમાં તેમના ઘરે ફાંસી લગાવી જીવન ટુંકાવ્યુ હતુ. મલાડ પોલીસનુ કહેવુ છે કે સમીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં આ એપાર્ટમેંન્ટ ભાડે લીધો હતો. રાતના સમયે ડ્યુટી કરતા ચોકીદારે તેમની બોડી લટકી જોઇ હતી.
