BSNL એ અલ્ટ્રા ફાસ્ટ ૧૦૦૦ mbps સ્પીડની બ્રોડબેન્ડ સેવા તાજેતરમાં મુંબઈ ખાતે ટેલિકોમ પ્રધાન શ્રી મનોજ સિન્હા નાં વરદ હસ્તે ચાલુ કરી, જે નવી ટેકનોલોજી NG OTN (નેકસ્ટ જનરેશન ઓપ્ટિકલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક) ઉપર કામ કરશે જેમાં ૩૩૦ કરોડના ખર્ચે આ ટેકનોલોજી લગાડવામાં આવી છે તેમ BSNLનાં મેનેજીંગ ડિરેકટર શ્રી અનુપમ શિવાસ્તવે જણાવ્યું હતું.
આ ટેકનોલોજી દ્વારા હાલ ની વધુમાં વધુ ૧૦૦mbps સ્પીડ ની ૧૦ ગણી એટલે ૧૦૦૦ mbps સ્પીડ થયી જશે, જે ઓપ્ટિકલ ફાઇબર દ્રારા મેળવી શકાશે. હાલમાં ૪૦ શહેર માં આ ટેકનોલોજી ઉપલબ્ધ છે અને વર્ષ નાં અંત સુધીમાં ૧૦૦ શહેર માં આ સેવા ચાલુ થયી જશે.
રાજકોટ માં આ ટેકનોલોજી લગાડવાનુ કામ ચાલુ છે. ચાલુ થયે બ્રોડબેન્ડની સ્પીડ ૧૦૦૦ mbps મેળવી શકાશે. દ્દેશભરમાં ફકત bsnl પાસે જ આ ટેકનોલોજી ઉપલબધ છે.