મહામૃત્યુંજય મંત્ર – ऊँ त्र्यंबकम् यजामहे सुगंधिम् पुष्टिवर्द्धनम्। ऊर्वारुकमिव बंधनात, मृत्योर्मुक्षिय मामृतात्।।
શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર જળ ચઢાવીને મંત્રનો જાપ કરવો જોઇએ. ખાસ કરીને મહામૃત્યુંજય મંત્રનો જાપ જરૂર કરવો જોઇએ. આ મંત્રના જાપથી આત્મવિશ્વાસ વધે છે, અજાણ્યો ભય દૂર થાય છે, મનને શાંતિ મળે છે અને વિચાર પોઝિટિવ બને છે. મહામૃત્યુંજય મંત્રની રચના માર્કંડેય ઋષિએ કરી હતી. આ અંગે એક પ્રચલિત કથા છે. કથા પ્રમાણે પ્રાચીન સમયમાં મૃગશૃંગ ઋષિ અને સુવ્રતાને કોઇ સંતાન હતું નહીં. ત્યારે તેમણે શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. શિવજી પ્રકટ થયા અને તેમણે કહ્યું કે, તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી, પરંતુ તમે તપ કર્યું છે, જેથી હું તમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપીશ. પરંતુ આ બાળક અલ્પાયુ હશે, તેનું જીવન 16 વર્ષનું જ રહેશે. માર્કંડેયે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યાં. માર્કંડેયનું આયુષ્ય 16 વર્ષનું જ હતું. યમરાજ તેમની સામે પ્રકટ થયા ત્યારે બાળકે શિવલિંગને પકડી લીધું. યમરાજ તેને લઇ જવા માંગતા હતાં, ત્યારે ત્યાં શિવજી પ્રકટ થયા. શિવજીએ કહ્યું કે, હું આ બાળકની તપસ્યાથી પ્રસન્ન થયો છું અને તેને અમરતાનું વરદાન આપું છું.