ભાઈ-બહેનોનાં સૌથી મોટો તહેવાર રક્ષાબંધન 3 ઓગષ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે બહેન પોતાના ભાઈનાં હાથમાં રક્ષા સૂત્ર બંધીને તેના લાંબા આયુષ્યની કામના કરે છે. ભલે રક્ષાબંધન પર કોરોનાનું ગ્રહણ છે, પરંતુ માર્કેટમાં રંગ-બેરંગી રાખડીઓ છવાઈ ગઈ છે. બહેન પોતાના ભાઈ માટે લેટેસ્ટ ડિઝાઈનની રાખડીઓ ખરીદી રહી છે. પરંતુ શું તમે જાણો છોકે, રાખડી ખરીદતી વખતે અમુક બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. એવું કહેવામાં આવે છે કે, રક્ષાબંધન પર ઘણા પ્રકારની રાખડીઓ ભાઈની કલાઈમાં બાંધવી જોઈએ નહી, તેને અશુભ માનવામાં આવે છે. લોકોનું કહેવું છે કે, રક્ષાબંધન પર બહેનોએ પોતાના ભાઈના હાથ પર કાળા રંગની રાખડી ભૂલથી પણ બાંધવી જોઈએ નહી. કાળા રંગની રાખડીને અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, કાળા રંગનો સંબંધ શનિદેવની સાથે છે.
શનિદેવના કાર્યમાં વિલંબ કરતાં ગ્રહને માનવામાં આવે છે. એવામાં રક્ષા બંધન પર કાળા રંગની રાખડી ભૂલથી પણ ન બાંધવી જોઈએ. પ્લાસ્ટિકની રાખડીઓને અશુભ માનવામાં આવે છે. એટલા માટે બહેને ભાઈનાં હાથમાં પ્લાસ્ટિકની રાખડી બાંધવી જોઈએ નહી. કહેવામાં આવે છેકે, તેનાથી જીવનમાં દુર્ભાગ્યની શરૂઆત થાય છે. રક્ષાબંધન પર બહેનોએ ભાઈના હાથ પર તૂટેલી રાખડી બાંધવાથી બચવું જોઈએ. એવું કરવાથી અશુભ થઈ શકે છે. પરિવાર પર સંકટ આવી શકે છે. ભાઈનાં હાથમાં ભગવાન વાળી રાખડી બાંધવી જોઈએ નહી. એવું કરવાથી પાપનાં ભાગીદાર બનવું પડી શકે છે. એવામાં ભગવાનની પ્રતિમાવાળી રાખડી ખરીદવી જોઈએ નહી. સૌથી વધારે લોકો રાખડી ખરીદતી વખતે ડિઝાઈન અથવા અશુભ ચિન્હો પર ધ્યાન આપતા નથી. તેનાંથી મોટું નુકસાન થઈ શકે છે. રક્ષાબંધન પર ક્યારેય પણ ભાઈનાં હાથમાં અશુભ ચિન્હોવાળી રાખડી બાંધની જોઈએ નહી.