આજે શ્રીરામચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની જયંતી છે. તેમનો જન્મ સંવત્ 1554માં શ્રાવણ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં રાજાપુર ગામમાં થયો હતો. હાલ વર્ષ 2020 અને સંવત્ 2077 ચાલી રહ્યું છે. તુલસીદાસજીના જન્મ વર્ષને લઇને અનેક પ્રકારના મતભેદ છે. થોડાં વિદ્વાનો માને છે કે તેમનો જન્મ સંવત્ 1511માં થયો હતો. રાજાપુરમાં શ્રીરામચરિત માનસ મંદિર છે, જ્યાં તુલસીદાસજીએ આ ગ્રંથની રચના કરી હતી. સંવત્ 1680માં 126 વર્ષના આયુષ્યમાં તુલસીદાસજીએ શરીરનો ત્યાગ કર્યો. બાબાનો જન્મ સંવત્ 1554માં થયો હતો. તેમણે સંવત્ 1631માં 76 વર્ષની આયુમાં શ્રીરામચરિત માનસની રચના શરૂ કરી હતી. જેને પૂર્ણ કરવામાં 2 વર્ષ 7 મહિના અને 26 દિવસનો સમય લાગ્યો હતો. અનેક લોકોને લાગે છે કે, તુલસીદાસજીના સમયમાં કાગળ હતાં નહીં, તેમણે ભોજપત્ર ઉપર અથવા તાડપત્ર ઉપર શ્રીરામચરિત માનસ લખી હતી. પરંતુ, આ વાત સાચી નથી. તે સમયગાળામાં કાગળનો આવિષ્કાર થઇ ગયો હતો. તુલસીદાસજીએ લાકડાની કલમથી લખ્યું હતું અને સ્યાહી પણ જાતે બનાવી હતી.