મુંબઇ તા. ૧ : દેશભરમાં જીએસટી લાગુ થઇ ચુકયું છે. સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘંટી વગાડીને જીએસટી લાગુ કર્યું હતું. જીએસટી લાગુ યા બાદ સૌથી પહેલું બિલ મુંબઇનાં બિગ બજારમાંથી ઇશ્યું થયું હતું. નોંધનીય છે કે બિગ બજારમાં ચાલી રહેલ ભારે ડિસ્કાઉન્ટ ઓફરનાં કારણે રાત્રે ૧૨ વાગ્યે પણ ભારે ભીડ લાગી હતી.
ફયૂચર ગ્રુપનાં સીઇઓ કિશોર બિયાનીએ પોતે આ બિલ પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું હતું. તેમણે તસ્વીર શેર કરવાની સાથે લખ્યું કે બિગ બજાર પર ભારતનું પહેલું જીએસટી બિલ કાઢતા મને આનંદ થાય છે.