હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેરળના પદ્મનાભસ્વામી મંદિરનું મેનેજમેન્ટ ત્રાવણકોર રાજપરિવારના હાથમાં સોંપી છે. રાજ પરિવારે નક્કી કર્યું છે કે, પદ્મનાભસ્વામી મંદિરનું 7મું તહેખાનું ખોલવામાં આવશે નહીં. લગભગ એક લાખ કરોડની સંપત્તિવાળું પદ્મનાભસ્વામી મંદિર જ પોતાના ખજાના માટે ચર્ચામાં નથી, કેરળથી કર્નાટક સુધી એવા અનેક મંદિર છે, જે પોતાના ખજાના માટે હંમેશાં ચર્ચામાં રહે છે. સૌથી વધારે શોધ વિજયનગર સામ્રાજ્યના ખનાજા કરવામાં આવે છે, જે કર્ણાટકના હમ્પીથી લઇને તેલંગાણાના હૈદરાબાદ સુધીના જંગલોમાં શોધવામાં આવે છે. અનેક વાયકાઓ પ્રમાણે વિદેશી આક્રમણકારીઓથી બચવા માટે રાજા કૃષ્ણદેવરાયે પોતાનો ખજાનો અહીં છુપાવી દીધો હતો, જેમાં લગભગ 2500 ટન(25 લાખ કિલો) સોનું છે.
હૈદરાબાદ પાસે શ્રીશૈલમ પહાડીઓ ઉપર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. એવું માનવામાં આવે છે કે, અહીં વિજયનગર સામ્રાજ્યનો ખજાનો છે. જેમાં લગભગ 25 લાખ કિલો સોનુ છે. અહીંની નેલ્લામાલા પર્વત શ્રૃંખલામાં પણ અનેક ટ્રેઝર હન્ટર્સ સક્રિય છે. 2018માં અહીં જંગલોમાંથી 2 થી 3 ટ્રેઝર હંટર માર્યા ગયા હતાં. આંધ્ર પ્રદેશના ગોલકુંડમાં કૃષ્ણા નદીના કિનારે હીરાની ખાણ હોવાની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે, ભારતનો પ્રખ્યાત કોહિનૂર હીરો આ જ ખાણમાંથી મળી આવ્યો હતો. દુનિયાના 10 સૌથી પ્રખ્યાત હીરામાંથી 7 હીરા અહીંના હોવાનું મનાય છે. લોકો અહીં પણ હીરાની શોધમાં આવે છે. પકડાઇ પણ જાય છે. પરંતુ, આ ખાણ પણ એક રહસ્ય છે. એવું માનવામાં આવે ઠે કે, સુલ્તાન મોહમ્મદ કુતુબ શાહે અહીં થોડી સુરંગ બનાવી હતી, જેમાં તેણે પોતાનો ખજાનો સંતાડ્યો હતો. બ્રિટિશ સરકારે પણ 1936માં તેની શોધ કરાવી હતી.