મંગળવાર, 21 જુલાઈથી મંગળવાર 18 જુલાઇ સુધી શ્રાવણ મહિનો રહેશે. આ મહિનો શિવજીની વિશેષ પૂજા કરવાનો છે. જેમાં શિવજીનું પૂજન અને દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. શિવજી ઝડપથી પ્રસન્ન થતાં દેવતા માનવામાં આવે છે. શ્રાવણમાં રાશિ પ્રમાણે શિવજીની પૂજા કરવાથી કુંડળીના ગ્રહદોષ શાંત થઇ શકે છે.
મેષઃ– મેષ રાશિનો સ્વામી મંગળ જે લિંગ સ્વરૂપમાં જ તેના ઉત્પત્તિ સ્થાન ઉજ્જૈનમાં સ્થિત છે. મેષ રાશિના લોકોએ દહીથી અભિષેક કરવો.
વૃષભઃ– આ રાશિનો સ્વામી શુક્ર છે. આ લોકોએ કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરવો.
મિથુનઃ– બુધ રાશિના સ્વામિત્વવાળી આ રાશિના લોકોએ શિવ-પાર્વતીને લાલ કરેણના ફૂલ, મધ ચઢાવવાં.
કર્કઃ– આ રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર શિવજીના મસ્તક ઉપર શોભિત છે. આ લોકોએ કાચા દૂધ, સફેદ આંકડા અને દહીથી શિવપૂજા કરવી.
સિંહઃ– આ રાશિનો સ્વામી સૂર્ય ગરમ સ્વભાવનો હોય છે. શીતળ જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઇએ.
કન્યાઃ– આ રાશિ પણ બુધના સ્વામિત્વવાળી રાશિ છે. બીલીપાન અને ફળ ચઢાવવાં.
તુલાઃ– અષ્ટમી અને એકાદશી તિથિએ શિવલિંગ ઉપર સફેદ વસ્ત્ર અર્પણ કરવાં.
વૃશ્ચિકઃ– આ રાશિના લોકોએ આખો મહિનો ગરીબોની સેવા કરવી.
ધનઃ– આ ગુરુના સ્વામિત્વવાળી રાશિ છે. પીળા વસ્ત્ર પોતાની માતાને ભેટ કરો.
મકરઃ– આ શનિના સ્વામિત્વવાળી રાશિ છે. ધતૂરો શિવજીને ચઢાવો.
કુંભઃ– આ પણ શનિના સ્વામિત્વની રાશિ છે. શિક્ષા સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો.
મીનઃ– ગુરુના સ્વામિત્વવાળી રાશિના લોકોએ બાર જ્યોતિર્લિંગના નામનો જાપ કરવો.