(દિગ્વિજય સિંહ ઝાલા)
રાજકોટ જિલ્લા માં પડેલા ભારે વરસાદ ને પગલે ભારે તારાજી ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં પડધરીના બોડીઘોડી સરપદડ ગામ પાસે પુલ પરથી બે દિવસ પહેલા વરસાદના કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં રાજકોટની એક ક્રેટા કાર તણાઇ ગઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિઓ સવાર હતા. આ ત્રણ પૈકી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને હજી બે યુવાનો લાપત્તા છે. રાજકોટની આનંદનગર કોલોનીમાં રહેતા સંજયભાઇ જગદીશભાઇ ટાંકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે તેના બે મિત્રો બળવંતસિંહ જાડેજા અને રાજભા ઝાલા હજી લાપત્તા છે. અહીં ફાયરબ્રિગેડ દ્વારા કીચડ માં ફસાઈ ગયેલી હાલત માં કાર ને ક્રેન મારફત બહાર કાઢવામાં આવી હતી. કાર ભુક્કો બોલી ગયેલી હાલતમાં મળી આવી છે. જોકે કાર માં સવાર અન્ય બે નો પત્તો મળ્યો ન હતો અહીં આસપાસ ના ગામો ના લોકો મોટી સંખ્યા માં સ્થળ ઉપર દોડી આવ્યા હતા. રાજભા અહીં ના રાદડ ગામ ના ભાણેજ હતા જ્યારે જાડેજા મછલીવડ ગામ ના હોવાનું જાણવા મળ્યું છે આમ તેઓ નો હજુ પતો નહિ મળતા તેમના પરિવાર જનો માં ચિંતા પ્રસરી ગઈ છે. તંત્ર દ્વારા હજુ તપાસ ચાલુ છે.