સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ના વાવડ છે અને તે બધા વચ્ચે જામખંભાળિયામાં આભ ફાટતા લોકો ના ઘરો માં પાણી ભરાય ગયા છે અને ઠેરઠેર પાણીજ પાણી નજરે પડી રહ્યું છે. જામખંભાળિયા પંથકમાં છેલ્લા 20 કલાકમાં 19 ઈંચ વરસાદ પડી ચુક્યો છે ભારે વરસાદ ને પગલે રેલવે સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના પગલે NDRFની ટીમ તૈનાત છે.
ખંભાળિયા શહેરના નીચાણવાળા વિસ્તાર રામનાથ સોસાયટી, તુલસી પાર્ક, બસ ડેપોની બાજુનો વિસ્તાર, બંગલાવાળી પાસે આવેલ એક્સચેન્જ સામેનો વિસ્તાર, નવાપુરાની બાજુમાં આવેલ ચમારપાડા’ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારમાં 3થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોના ઘરમાં ઘૂસ્યા હતા. તેમજ રામનાથ સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગળાડૂબ જોવા મળ્યા હતા.
ભારે વરસાદના પગલે ખંભાળિયા જામનગર રોડ પરના દાતા ગામ પાસેના મેઇન રોડને જોડતા પુલ પરથી પાણી વહેવા લાગતા હાઈવે પરનો સંપર્ક તુટી ગયો હતો. દલવાડી હોટેલ પાસે જે બ્રીજની કામગીરી ચાલુ છે તે રસ્તો ધોવાઇ જતા બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને પોલ ધરાશાયી થયા હતાં. જોકે કોઇ જાનહાનિ થઇ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં પાણી ભરાય ગયા હતા અને નદી બે કાંઠે વહેવા લાગી હતી. ખંભાળિયા તાલુકાના ફોટ ગામથી લાલપરડા અને હસ્થળથી બારા ગામનો રસ્તો હાલ બંધ કરી દેવાયો છે.
ખંભાળિયા તાલુકાના ફોટ ગામથી લાલપરડા અને હસ્થળથી બારા ગામનો રસ્તો હાલ બંધ કરી દેવાયો છે. દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા તંત્રને ખાસ એલર્ટ રહેવા સૂચના આપી દીધી છે. સમગ્ર રાજ્ય માં વરસાદી માહોલ જામ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે
