પેહલા તો આપણે જાણીશું ચંદ્રગ્રહણ એટલે શું ?
ચંદ્ર ગ્રહણ એટલે પૃથ્વી નો પડછાયો જ્યારે ચંદ્ર ઉપર પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે ચંદ્રગ્રહણ દરમિયાન, સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર બધા એક લાઇનમાં આવે છે.
પાંચમી જુલાઈના રોજ ગુરૂપૂર્ણિમા છે. જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
અષાઢ મહિનાની પૂનમ એટલે કે ગુરૂ પૂર્ણિમા
5 જુલાઈએ ગુરૂ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક સાથે થશે જોવા મળશે.
ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ સતત આ ત્રીજા વર્ષે થઈ રહ્યુ છે.
દેશમાં ગુરૂપૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
ગુરુ એટલે અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ
એવું કહેવામાં આવ્યું છે કે ગુરુ વગર નું જ્ઞાન નકામું
ગુરુ એ અંધકાર અધોગતિ નાં માર્ગ પર જતા અટકાવી જ્ઞાન રૂપી પ્રકાશ થી ઉન્નતિ નાં માર્ગે લઈ જાય છે
તમે જો ગુરુ ન કર્યા હોય તો શાસ્ત્ર માં કેહવા માં આવ્યું છે.
વસુદેવમ્ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ્ |
દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરૂમ ||
કૃષ્ણ પરમાત્મા નેં ગુરુ બનાવી પુજન કરવું
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે આ ચંદ્રગ્રહણ, તે છાયા ચંદ્રગ્રહણ હશે. છાયા ચંદ્રગ્રહણમાં ફક્ત ચંદ્રમાં પર પૃથ્વીનો પડછાયો પડશે, તેથી આ ગ્રહણમાં સૂતક લાગશે નહી. આવી સ્થિતિમાં, ગ્રહણની અસર અને સૂતક અવધિ માન્ય રહેશે નહી.
5 જુલાઈ 2020ના રોજ ચંદ્રગ્રહણ
સવારે 8 વાગ્યેને 37 મિનિટથી 11 વાગ્યે ને 22 મિનિટ સુધી ચંદ્ર ગ્રહણ જોવા મળશે.
આ ચંદ્રગ્રહણ એક છાયા ચંદ્રગ્રહણ હશે જે અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં જોઇ શકાશે. આ ચંદ્રગ્રહણ ધનરાશિમાં રહેશે, ઉપરાંત આ દિવસે સૂર્ય મિથુન રાશિમાં રહેશે.
ગુરૂપૂર્ણિમાની આમ તો તારીખ 4 જુલાઈ, 2020 ના રોજ બપોરના 11થી 33 મિનિટથી શરૂ થશે, જે 5 જુલાઈ એ 10 કલાકથી ને 13 મિનિટ સુધી રહેશે.
આ અગાઉ વર્ષ 2018માં, 27 જુલાઈએ અને વર્ષ 2019 માં 16 જુલાઈએ, ગુરૂ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ સાથે હતા. આવો જ સંયોગ 5 જુલાઇના રોજ થશે.
5 જુલાઈએ થનારા ચંદ્રગ્રહણને છાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવશે. પૃથ્વી જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી સ્થિતિમાં આવે છે ત્યારે છાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે, પૃથ્વીનો થોડો પડછાયો ચંદ્ર પર પડે છે. તેને ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ પહેલા 5 જૂને પણ આવું જ એક ચંદ્રગ્રહણ થયું હતું.
ગુરૂપૂર્ણિમા પર પૂજા કરો
5 જુલાઈએ ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ગુરૂદેવની પૂજા કરવી જોઈએ. હિન્દુ ગ્રંથો મુજબ મહાભારતનાં રચયતા મહર્ષિ વેદ વ્યાસની જન્મજયંતિ પણ આ દિવસે ઉજવવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે ભગવાન વેદવ્યાસ અને વિષ્ણુ પરમાત્મા ની શોડશ ઉપચાર થી બ્રાહ્મણ દ્વારા વિશેષ પૂજા કરવી જોઈએ.