રાજકોટમાં છેલ્લા પાંચેક દિવસથી કોરોનાના કેસ ચિંતા જનક રીતે વધી ગયા છે. જેને લઈરાજકોટ મહાનગરપાલિકાએ ચા અને પાનના ગલ્લે એકત્ર થતા ટોળાંથી સંક્રમણ વધુ ફેલાવવાનો ખતરો હોવાથી દુકાનો પર જો ટોળાં ભેગા થતા જોવા મળશે તો મનપા દુકાન સીલ કરશે. કમિશનરે જણાવ્યું હતું કે જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ દુકાનો પર ટોળાં જોશે તો પહેલા સમજાવશે, બાદમાં વીડિયોગ્રાફી કરશે આમ છતા પણ દુકાનદાર નહી સુધરે તો દુકાન સીલ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કોરોનાની સ્થિતિમાં લોકોને સરકારની માર્ગદર્શિકાનું પાલન કે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરીછે. પરંતુ શહેરમાં અનુક સ્થળો પર આ અંગે પર્યાપ્ત જાગૃતિ દેખાતી નથી તે ચિંતાની વાત છે. નાગરિકો કોરોના વાઇરસના સંક્રમણથી બચી શકે તેવા ઉમદા આશય સાથે શનિવારથી શહેરમાં ચા-પાનની દુકાનો પર ગ્રાહકોના સમૂહ (ટોળાં) જોવા મળશે તો એવી દુકાનો સ્વાસ્થ્યના હિતમાં તત્કાલ બંધ કરવામાં આવશે.
કમિશનરે વધુમાં કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન મહાનગરપાલિકાએ જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી હતી. આ ટીમ ચા-પાનની દુકાનો પર શનિવારથી ચેકિંગ હાથ ધરશે. ચાની દુકાનો પર મોટા પ્રમાણમાં લોકો એકત્ર થઇ રહ્યા છે તે યોગ્ય નથી. માત્ર ટેક અવે એટલે કે પાર્સલ લઇ જવાની છૂટ આપી છે પરંતુ દુકાન માલિક દુકાન પર જ ચા પીવાની છૂટછાટ આપી રહ્યા છે તેથી શહેર પર જોખમ ઊભું થઇ રહ્યું છે. મનપાની ટીમ પહેલા ચેતવણી આપશે, બાદમાં વીડિયોગ્રાફી કરશે અને આમ છતાં જો દુકાનમાલિક સુધરશે નહીં તો દુકાન ચાર દિવસ માટે સીલ કરીદેવામાં આવશે. આમ રાજકોટ માં લોકો કોઈ નિયમો પાળતા નહિ હોવાથી ફરીએકવાર અહીં પાન ના ગલ્લા બંધ થવાની શકયતા રહેલી છે અને ફાકી ખાનારા પાછા પરેશાન થાય તે પહેલાં ફાકી લઈ ઘરભેગા થઈ ઘરે જઈ ફાકી ખાય તે જરૂરી છે.
