ભાવનગર જિલ્લામા આજરોજ ૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૯૧ થવા પામી છે. આજરોજ વાલ્મિકીવાસ, સિહોર ખાતે રહેતા ૫૫ વર્ષીય દેવુબેન બળવંતભાઈ નૈયા, મહુવાના મોટી વડાલ ગામ ખાતે રહેતા ૫૦ વર્ષીય દાનુભાઈ નાનકુભાઈ ખુમાન, તલગાજરડા ખાતે રહેતા ૩૫ વર્ષીય કુરજીભાઈ જીણાભાઈ કળસરિયા, સણોસરાના મેઈન બજાર ખાતે રહેતા ૧૩ વર્ષીય ગુલનાજ જકીરભાઈ લોહીયા તથા તેમના માતા ૪૬ વર્ષીય શબાનાબેન જકીરભાઈ લોહીયા, ભાવનગરના સુભાષનગર ખાતે રહેતા ૬૪ વર્ષીય અરવિંદ પિઠાઈ અને પાલીતાણાના દાણાપીઠ ખાતે રહેતા ૩૩ વર્ષીય મિનાક્ષીબેન મધુકરભાઈ વોરાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ૬ કોરોના પોઝીટીવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૧૨ જુનના રોજ ભાવનગરના મંગાળા માં મંદિર, આંબાવાડી ખાતે રહેતા ૪૨ વર્ષીય નીલમબેન કેતનકુમાર ભટ્ટ, તા.૧૨ જુનના રોજ ભાવનગરના ક્રેસન્ટ સર્કલ ખાતે રહેતા ૩૧ વર્ષીય નિકુંજ કૌશિકભાઈ આચાર્ય, તા.૧૨ જુનના રોજ અમદાવાદના ઘાટલોડિયા ખાતે રહેતા ૩૧ વર્ષીય ગુંજન નિકુંજભાઈ આચાર્ય,તા.૧૨ જુનના રોજ ગારિયાધાર ખાતે રહેતા ૫૮ વર્ષીય હંસાબેન હીરાભાઈ ગોહિલ તથા ૫૯ વર્ષીય હીરાભાઈ હરજીભાઈ ગોહિલ અને તા.૧૨ જુનના રોજ અમદાવાદના સેટેલાઈટ રોડ ખાતે રહેતા ૬૪ વર્ષીય ગીતાબેન વિનોદભાઈ કંસારાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૯૧ કેસ પૈકી હાલ ૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૪૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.