ગાંધીનગર – અમદાવાદની કોવિડ હોસ્પિટલના દર્દીઓને અન્ય જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. આમ થવાનું કારણ શું છે તે ચોંકાવનારૂં છે. શહેરની કોવિડ હોસ્પિટલોમાં તમામ બેડ ભરચક બની ગયા છે. નવા દર્દીને દાખલ કરી શકાય તેમ નથી તેથી તેમને બીજા જિલ્લામાં મોકલવામાં આવી રહ્યાં છે.
છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં સામાન્ય દર્દીને બેડ મેળવવામાં તકલીફ પડી રહી છે. અમદાવાદ સિવિલમાંથી હવે દર્દીઓને ગાંધીનગરની સિવિલમાં મોકલવામાં આવી રહ્યાં છે. અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ નહીં હોવાથી 14 દર્દીઓને વડોદરા, 12 દર્દીઓને રાજકોટ તેમજ 7 દર્દીઓને જૂનાગઢ લઇ જવામાં આવ્યા છે.
>સિવિલના ઓર્થોપેડિક સર્જન ડો. કનુ પટેલ કહે છે કે સિવિલમાં બેડ ખાલી નહીં હોવાથી હવે દર્દીઓને બીજી સિવિલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. જિલ્લાની સિવિલ હોસ્પિટલોમાં બેડ ખાલી હોવાથી દર્દીને ત્યાં શિફ્ટ કરવામાં આવે છેસરકાર પાસે હવે એક વિકલ્પ એવો બચ્યો છે કે રાજ્યમાં જ્યાં પણ આયુર્વેદિક, એલોપથી કે હોમિયોપથીની હોસ્પિટલો આવી હોય ત્યાં કોરોના દર્દીઓ માટે હોસ્પિટલો અનામત રાખવી. કોરોના દર્દીઓને કારણે સામાન્ય દર્દોમાં દાખલ થતાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.