નવી દિલ્હીઃ વિશ્વનો સૌથી પાવરફુલ અને સૌથી વજનવાળો ઉપગ્રહ પ્રક્ષેપણ રોકેટ જીએસએલવી માર્ક-3 આજે લોન્ચ કરાયો છે. આ શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડથી આજે સાંજે 5.28 કલાકે લોન્ચ કરાયો. આ ઐતિહાસિક પ્રક્ષેપણ ચાર ટન શ્રેણીના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવાની દિશામાં ભારત માટે નવી તકો ઉભી કરશે.
આ જીએસએલવી માર્ક ૩ની વિશેષતા એ છે કે, સ્વદેશી ટેકનિકથી બનાવવામાં આવ્યું છે. ૪૩.૪૩ મીટર લંબાઈ અને ૪ મીટરની પહોળાઈ ધરાવનાર આ રોકેટમાં અત્યાધુનિક ટેકનોલોજી છે. રોકેટની સાથે છોડવામાં આવનાર દૂરસંચાર ઉપગ્રહ જીસેટ ૧૯ આશરે ૩.૨ ટન વજન ધરાવે છે. આ રોકેટથી આઠ ટન વજન ધરાવનાર પેલોડને અર્થ પરિભ્રમણ કક્ષામાં ગોઠવી શકાય છે.