ગાંધીનગર – ગુજરાતમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ઉદ્દભવેલી આર્થિક સ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુન વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14022 કરોડ રૂપિયાનું પેકેજ જાહે કર્યું છે જે આ પ્રમાણે છે…
વાણિજ્યિક એકમો જેવા કે દુકાનો, ઓફિસો, હોટેલ્સ, રેસ્ટોરન્ટ, દવાખાનાઓ અને નર્સિગ હોમ્સ વગરેને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં 20%ની રાહત — 600 કરોડ રહેણાંક મિલકતોના 31 જુલાઈ સુધી ચુકવવાના થતા પ્રોપર્ટી ટેક્સમાં 10%ની રાહત – 144 કરોડ.
માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું વીજળી બીલમાં 10 યુનિટ માફી – 650 કરોડ.વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે લો ટ્રાન્સમિશન વીજ કનેકશન ધરાવતા ગ્રાહકો ને વીજ બિલમાં મેનો ફિક્સ્ડ ચાર્જ માફ – 200 કરોડ.
નાની દુકાનો કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, વગેરે ને જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા – 80 કરોડ. હાઇ ટ્રાન્સમિશન ગ્રાહકોને ફિક્સ ચાર્જિસના મે મહિનાના ચુકવણાની મુદતમાં વધારો કરી સદર રકમ સપ્ટેમ્બર થી ડિસેમ્બર એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ – 400 કરોડ. કોન્ટ્રાકટ કેરેજ બસો તથા મેક્સી કેબના ઉદ્યોગ ધંધાને એપ્રિલ થી સપ્ટેમ્બર સુધી 6 મહિનાના ટેક્ષ ભરવામાં માફી – 221 કરોડ ૨૨૧.
ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસ માટે હંગામી ધોરણે ફિક્સડ વીજ બિલને માફી – 5 કરોડ ઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી.ઉદ્યોગને કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 768 કરોડ.ટેક્ષટાઇલ ઉદ્યોગોને કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 450 કરોડ.મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 150
4. રાજ્યના વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં સબસીડીની રકમનું સત્વરે ચુકવણું 190 કરોડ.
સોલર રૂફ ટોપ યોજના – 190 કરોડ.ગુજરાત એગ્રો-ઈન્ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો & ફુડ પ્રોસેસીંગ એક્મો ને કેપીટલ અને વ્યાજ સબસીડી – 90 કરોડ વેટ-જીએસટી કાયદા હેઠળ વહીવટી સરળતા…. 10 કરોડથી ઓછુ વાર્ષિક ટર્ન-ઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટિસ પરત ખેચવામાં આવશે.
વેરા સમાધાન યોજના-2019 હેઠળ 15 માર્ચ 2020 સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે.વેટ અને કેન્દ્રીય કાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે ગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહન..જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા માર્ચ તથા જૂનના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે તેમજ વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ અને બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત 7%ના રાહત દરે કરવામાં આવશે – 41.10 કરોડ. ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા 30 જુન સુધી વધારી આપવામાં આવશે – 3.31 કરોડ.
જીઆઇડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે – 60.46 કરોડ.ચાલુ વર્ષ માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી – 60 કરોડ.નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમા સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. તેમજ તેમના હાલના વ્યાજ દરને 12% થી ઘટાડીને 10% કરવામાં આવશે – 16.12 કરોડ. જીઆઇડીસીએ માર્ચ અને એપ્રિલ ના પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ કરવાનો નિર્ણય 1.32 કરોડ.
જીઆઇડીસીના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે, વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ 50% માફી અને દંડકીય વ્યાજની રકમ 100% માફી – 133 કરોડ. જીઆઇડીસીના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર 50 ટકા વ્યાજ માફી – 95 કરોડ. ચાલુ નાણાંકીય વર્ષમાં જીઆઇડીસી આ પ્રકારની તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે મોરેટોરિયમ પીરીયડ 1 વર્ષ વધારી આપવામાં આવશે — 7.89 કરોડ.
ઔદ્યોગિક પ્લોટનો મોરેટોરિયમ પીરીયડ પૂર્ણ થઇ ગયો છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરુ કરવાનુ બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન 31-3-22 સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા વણવપરાશી દંડમાં માફીનો લાભ મેળવી શકે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને MSMEને પ્રોત્સાહન મળે તે માટે જીઆઇડીસી દ્વારા 3000 ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર- પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી.બે વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલ હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ 20 ટકાના સ્થાને ફકત 5 ટકા વસુલ કરવામાં આવશે – 40.42 કરોડ હાઉસિંગ ક્ષેત્ર. એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતનવંતુ બનાવવામાં આવશે, 1.60 લાખ મકાનો – 1000 કરોડ કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ. પાક ધિરાણ: 24 લાખ ખેડુતોને ‘શુન્ય’ ટકા વ્યાજના દરે ધિરાણ મળશે. પાક ધિરાણ ઉપરનું 3% વ્યાજ ભારત સરકાર અને 4% વ્યાજ ગુજરાત સરકાર ચુકવશે – 410 કરોડ.
દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને 900 લેખે વાર્ષિક 10800ની આર્થિક સહાય – 66.50 કરોડ.કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જિવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કિટમાં 75 ટકા સહાય – 13.50 કરોડ.વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ 30000 સહાય – 350 કરોડ
6. ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 50000 થી 75000 સુધીની સહાય – 50 કરોડ.
કુદરતી આફતો સમયે ખેતપેદાશોનેા રક્ષણ માટે બજાર સમિતિઓને 5000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય – 100 કરોડ.ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગ નેટ, ફિશીંગ બોટ, મત્સ્ય બીજ વગેરે 40 ઇનપૂટ સાધનો ખરીદવા માટે ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે – 200 કરોડ સ્વરોજગાર. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા 1 લાખથી વધુ અને મહત્તમ રૂપિયા 2.50 લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે – 300 કરોડ
. મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય – 200 કરોડ ૨૦. સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે – 11 કરોડશ્રમિક કલ્યાણ. લારીવાળા નાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે – 10 કરોડ.
અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટના શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચમાં સહાય – 50 કરોડ. બાંધકામ શ્રમિકોનાપત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય – 6 કરોડ.જે આદિવાસી શ્રમિકોને પોતાનું આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકુ ઘર બનાવવા માટે લાભાર્થીદીઠ 35000 સબસીડી – 350 કરોડઅન્ય રાહતો.ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂપિયા 1000નું ચુકવણું, વૃધ્ધ સહાય પેન્શન, દિવ્યાંગ પેન્શન, વિધવા સહાય પેન્શનનું આગોતરું ચુકવણુ વગેરે અનેકવિધ રાહતો –7375.68 કરોડ.પ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીદીઠ વાર્ષિક 12 કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ – 600 કરોડ.લોકડાઉનના નિયંત્રણો પછી સોશીયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે જેના કારણે એસ.ટી.ને સહાય – 120 કરોડ.મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગ માટે પ્રાકૃતિક ગેસમાં રાહત – 30 કરોડ.